Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

આણંદમાં ધોધમાર ૩ ઇંચ તારાપુરમાં પણ ધમધોકાર પડ્યો: વૃક્ષો, વીજ પોલ તૂટી પડ્યા

અંકલાવમાં પણ ટીફની પવન સાથે ૧.૫ ઇંચ વરસાદ: અનેક વિસ્તારોમાં વીજળી ગુલ :બાંધણી ગામે પોલટ્રી ફાર્મની દીવાલ ધરાશાયી

આણંદ અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે રાત્રે સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.-તારાપુર, સોજીત્રા, અંકલાવમાં પણ ટીફની પવન સાથે ૧.૫ ઇંચ વરસાદ પડ્યો. બાંધણી અને મહેળાવ ગામે વૃક્ષો તૂટી પડ્યા છે. વીજપોલ પડી જવાથી અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. બાંધણી ગામે પોલટ્રી ફાર્મની દીવાલ ધરાશાયી થઈ છે.

 આણંદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે રાત્રે વિદ્યાનગરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો અને માતરમાં પણ સવા ત્રણ ઈંચ જેવો ભારે  વરસાદ પડ્યો છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

(11:32 am IST)