Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

રાજ્યમાં 82 તાલુકાઓમાં હળવા ભારે ઝાપટાથી માંડી ચાર ઇંચ વરસાદ

ઉમરપાડા તથા માંગરોળમાં અઢી ઈચ, મહુવામાં બે, કામરેજમાં એક ઈંચ વરસાદ:

અમદાવાદ : રાજય હવામાન ખાતાના રીપોર્ટ પ્રમાણે છેલ્લા ચોલીસ કલાકમાં 82 તાલુકામાં હળવા ભારે ઝાપટાથી માંડીને ચાર ઈંચ સુધીનો વરસાદ થયો હતો સુરત જીલ્લામાં પણ હવામાન પલટા સાથે મોડીરાત્રે વરસાદ થયો હતો. ઉમરપાડા તથા માંગરોળમાં અઢી ઈચ, મહુવામાં બે, કામરેજમાં એક ઈંચ વરસાદ થયો હતો.

 અમદાવાદ જીલ્લામાં પણ સાર્વત્રીક વરસાદ હતો.અમદાવાદ શહેરમાં મોડીસાંજે એક ઈંચ વરસાદથી જ પાણી પાણી થઈ ગયુ છે.સાણંદમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ હતો.જયારે બાવળા,દસકોઈ, ધંધુકામાં ઝાપટા હતા.

(11:51 am IST)