Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નજીવી બાબતે પુત્રએ ધારિયાના ઘા જીકી પિતાને ઇજા પહોંચાડતા ગુનો દાખલ

 અમદાવાદ:જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી રહી છે અને લુંટ, ચોરી, હત્યા, ફાયરીંગ સહિતના બનાવોએ માઝા મુકી છે ત્યારે ધોળકા શહેરી વિસ્તારમાં જમવા જેવી નજીવી બાબતે પુત્ર દ્વારા ધારીયાના ઘા ઝીંકી પિતાની હત્યાનો બનાવ બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જે અંગે ધોળકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી અને આ મામલે માતા વર્ષાબેન કોચીયો દેવીપુજકે ધોળકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે ધોળકા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા શહેરી વિસ્તારના બુટ ભવાની ત્રાસદ રોડ પર રહેતા દેવીપુજક પરિવારમાં પિતા દશરથભાઈ ઉર્ફે કોચીયો દેવીપુજક ઉ.વ.૫૦, રહે.ધોળકાવાળા ઘરે હાજર હતાં તે દરમ્યાન તેમનો નાનો પુત્ર યશવંત ઉર્ફે અશ્વીન ધોળકાથી જમવા માટે રાઈસ લઈને ઘરે આવ્યો હતો. આથી પિતાએ પુત્ર યશવંતને કેમ વાર લાગી તેમ જણાવતાં બંન્ને પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝઘડો કરવા લાગ્યા હતાં જેમાં પિતાએ પુત્રને જેમતેમ ગાળો આપતાં પુત્રએ ગાળો ન બોલવાનું જણાવતાં રોષે ભરાયેલ પુત્રએ પણ પિતાએ ગાળો આપી રોષમાં આવી ઘરમાં રહેલ ધારીયા વડે પિતા પર જીવલેણ હુમલો કરતાં ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છુટયો હતો ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતાને ધોળકા સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ સારવાર મળે તે પહેલા જ પિતાનું મોત નીપજ્યું હતું જ્યારે આ બનાવની જાણ થતાં ધોળકા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. જ્યારે આ મામલે માતા વર્ષાબેને ધોળકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી જ્યારે પુત્ર દ્વારા જ પિતાની જમવા જેવી નજીવી બાબતે હત્યાનો બનાવ બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને પુત્ર સામે ઠેરઠેરથી ફિટકારની લાગણી વરસી રહી હતી.

(5:40 pm IST)