Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

AMTS-BRTS બસના મુસાફરોને રાહત : સોમવારથી ફરી દોડતી થશે સિટી બસ

સોમવારથી અમદાવાદ સીટી બસ સેવા શરૂ થશે:18 માર્ચથી બંધ થયેલી AMTS-BRTS બસ સેવા પુનઃ શરૂ કરાશે

અમદાવાદ : અમદાવાદના AMTS-BRTS બસના મુસાફરોને મોટી રાહત મળશે,7 જૂન સોમવારથી અમદાવાદ સિટી બસ સેવા પુનઃ શરૂ થશે. સોમવારથી AMTS, BRTS બસ સેવા શરૂ થતા લોકોને રાહત મળશે. કોરોનાના કારણે AMTS, BRTS બસ સેવા બંધ હતી. કોવિડ નિયમો સાથે બસ સેવા શરૂ થશે.

  સીટી બસમાં રોજના આશરે 4 લાખથી વધુ લોકો મુસાફરી કરતા હોય છે. જેમા કર્મચારી વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય સામાન્ય લોકો પોતાની મુસાફરી માટે બસ સેવાનો લાભ લેતા હતા. 18 માર્ચના દિવસે AMTS અને BRTS બંને સેવા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી બંધ કરી દેવાઈ હતી. જે બાદ લોકોને રિક્ષામાં જવા માટે વધારે ભાડું પણ આપવું પડતું હતું.

(6:45 pm IST)