Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

રાજપીપળાના ભરચક વિસ્તારમાંથી નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ગાડીનો કાચ તોડી 3 લાખની ચોરી

રાજપીપળા જૂની સબજેલ પાસે પાર્ક કરેલી સ્કોર્પિયો ગાડીમાંથી ધોળે દહાડે 3 લાખની ચોંરી થતા ચકચાર

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : રાજપીપળાની જૂની સબજેલ પાસેથી ફોર વ્હીલ ગાડીમાં મુકેલા પર્સ માં મુકેલ રોકડ તેમજ જરૂરી દસ્તાવેજ ભરેલું પાકીટ કોઈ ઉઠાવી જતા રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ થઇ છે.
  પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કિરણભાઇ  ભોગીલાલ વસાવા (રહે.વાગેથા,તા.નાંદોદ )ની ફરીયાદ મુજબ તે રાજપીપલા સબ જેલ પાસે આવેલ પંચાલ વકીલના ઘરે ક્વોરીના ભાડા કરાર નોટરીમા સહી સીક્કા કરવા માટે ગયા હતા તે સમયે નજીકમા પોતાની સ્કોર્પિયો ગાડી નંબર-GJ-22-H-1190 પાર્ક કરી હતી ત્યાં કોઇ ચોર તેમની ગાડીનો કાચ તોડી સીટ ઉપર રોકડા રૂપિયા.૩.૦૦.૦૦૦ તેમજ ચેકબુકો,આર.સી.બુક વિગેરે ડોક્યુમેન્ટ મુકેલ પર્સની ચોરી કરી લઇ ગયા બાદ પર્સમાથી રોકડા રૂપિયા.૩.૦૦.૦૦૦ કાઢી પર્સમા મુકેલા બાકીના ડોકયુમેંટ પર્સમાં રાખી આ પર્સ રાજપારડી તરફ ફેકી દીધું હતું.જેથી રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર ની તપાસ હાથ ધરી છે.

(10:07 pm IST)