Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

નર્મદા જિલ્લામાં શનિવારે ૦૨ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૪૨૭૫ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૦૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં રાજેન્દ્ર નગર ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં નાના ઝુંડા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૦૨ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૩ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૦૧ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૨૨ દર્દી દાખલ છે. આજે ૧૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૪૧૯૭ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૨૭૫ પર પહોચ્યો છે.આજે વધુ ૧૧૦૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:19 pm IST)