Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વટવા જીઆઇડીસીમાં સ્થાપ્યુ શંકરકાકા સ્મુતિ વન: 58000 વૃક્ષોનું વાવેતર

વટવા બને વુંદાવન કાર્યક્રમ અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા છેલ્લાં સાત વર્ષથી સાફ સફાઇ, પ્લાન્ટેશન જેવા વિવિધ પર્યાવરણીય જાળવણી માટેના કાર્યક્રમ

અમદાવાદ :વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આજે વટવા બને વુંદાવન કાર્યક્રમ અંતર્ગત વટવા જીઆઇડીસીમાં 58,000 વૃક્ષોનું મીયાવાકી ફોરેસ્ટ બનાવવાનું શરૂ કર્યું છે. આ ફોરેસ્ટની આગામી 30થી 35 દિવસમાં વાવણી પૂર્ણ થઇ જશે. ત્યારબાદ સદાય માટે વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન તેનું જતન કરતું રહેશે.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આજે વટવા બને વુંદાવન કાર્યક્રમ અંતર્ગત વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા લગાતાર છેલ્લાં સાત વર્ષથી વટવામાં સાફ સફાઇ, પ્લાન્ટેશન જેવા વિવિધ પર્યાવરણીય જાળવણી માટેના કાર્યક્રમ કરવામાં આવે છે. આજે વટવા જીઆઇડીસીમાં 58000 વૃક્ષોનું વાવેતર કર્યું હતુ.

વટવા બને વુંદાવનના સ્વપ્નદ્દષ્ટા સ્વ. શંકરભાઇ આર. પટેલને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ આપવાના આશયથી વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા આ ઉપવનનું નામ શંકરકાકા સ્મુતિવન રાખવામાં આવ્યું છે. શંકરકાકાએ વટવા તેમજ ગુજરાતના ઉદ્યોગોને હંમેશ માટે છાંયો આપ્યો છે તેમ આ શંકરકારા સ્મુતિવનના વૃક્ષો અનેક પશુ-પક્ષીઓ તથા મનુષ્યોને આવનારા સમયમાં અવિરત છાયોં આપતા રહેશે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ વિમેન વીંગ કમિટીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે વુક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીના અલાયદા વિસ્તારમાં વડ, પીપળો, ગરમાળો, સપ્તમર્ણી, મોગરો, ચંપા વગેરે જેવા 100 જેટલા છોડવા રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચેમ્બરના પ્રમુખ નટુભાઇ પટેલ, ઉપપ્રમુખ હેંમતભાઇ શાહ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિંમાશું પંડયા, ઉપકુલપતિ જગદીશ ભાવસાર, વીમેન વીંગના ચેરપર્સન શિલ્પાબેન ભટ્ટે, કો – ચેરપર્સન કુસુમબેન કૌલ વ્યાસ અને કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.

આ ઉપરાંત વર્તમાન પર્યાવરણીય પડકારો અને વ્યવાયિક તકો અંગે પર્યાવરણીય અને કૃષિ સલાહકાર અમીત વસાવડા સાથે વેબિનાર યોજવામાં આવ્યો હતો.

(11:07 pm IST)