Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ખોટા વિઝા મેળવી ભારતમાં ધુસીને અમદાવાદ પહોંચી : હોટલમાં દેહવિક્રયનો ધંધો કરતી વિદેશી મહિલા ઝડપાઇ

સોશિયલ મીડિયા મારફતે લોકોનો સંપર્ક કરતી : વિદેશી મહિલા સાથે બીજા કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે ક્રાઈમ બ્રાંચની ટીમે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ : : વિદેશી મહિલાએ ખોટા વિઝા મેળવી ભારત આવીને અમદાવાદમાં સોશિયલ મીડિયા મારફતે લોકોનો સંપર્ક કરીને હોટલોમાં દેહવિક્રિયાનો ધંધો ચલાવતી મહિલાને ક્રાઈમ બ્રાંચે પોલીસે ઝડપી લીધી હતી. આ મહિલાએ કઈ જગ્યાએ તેનો પાસપોર્ટ બનાવ્યો હતો તે અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી છે.

શહેરમાં ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, જુના વાડજ વિસ્તારમાં આકાંક્ષા કોમ્પલેક્ષમાં આવેલી હોટલ રેડ એપલમાં એક વિદેશી મહિલા રહે છે અને ખોટા વિઝા પર ભારત આવી છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે મહિલા પોલીસને સાથે રાખી હોટલમાં તપાસ કરતા કેન્યા દેશ નાઇરોબીની કિમોન્ડો નામની મહિલાને રૂમ નંબર 301માંથી ઝડપી લીધી હતી. બાદમાં આ મહિલાનો પાસપોર્ટ અને વિઝાની તપાસ કરતા ખોટા વિઝા પર ભારત આવી હોવાનું જાણવા મળ્યું હતું.

મહિલા પાસે 2 માર્ચ 2021 થી 21 ઓગસ્ટ 2021 સુધીના વિઝા હતા. વિદેશી મહિલાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, અમદાવાદમાં રહીને સોશિયલ મિડીયા પર તથા ઈન્ટરનેટ મારફતે લોકોનો સંપર્ક કરી અને દેહવિક્રિયનો વ્યવસાય કરતી હતી. જેથી આ વિદેશી મહિલા સાથે બીજા કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે ક્રાઈમ બ્રાંચની ટીમે વધુ તપાસ હાથધરી છે.

(12:46 am IST)