Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

વડોદરા:કરજણ તાલુકાના બામણગામે માતાના ખોળામાં સુતેલ 6 વર્ષીય માસુમ બાળક પર હત્યાનો પ્રયાસ કરી એક શખ્સ રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

વડોદરા:કરજણ તાલુકાના બામણગામે વર્ષના માસૂમ બાળકને પાળીયાના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યા બાદ એક શખ્સ ફરાર થઇ ગયો હતો. પત્ની સાથે આડા સંબંધ રાખનાર માસૂમ બાળકના પિતા સામે બદલો લેવા હુમલો કરાયો હતો.

અંગેની વિગત એવી છે કે બામણગામે કનકસિંહ પરમારના કૂવા પર રહેતી મધી મફતભાઇ ધાણક ગઇકાલે સવારે ઘરના આંગણામાં પોતાના વર્ષના પુત્ર અશ્વિનને ખોળામાં બેસાડી રમાડતી હતી ત્યારે નજીકના કૂવા પર રહેતો અમખા નાકડીયા ધાણક પાળિયું લઇને દોડી આવ્યો હતો અને મધીબેનના હાથમાંથી બાળકને ખૂંચવી લઇ તારા પતિની સજા તારો છોકરો ભોગવશે તારા છોકરાને આજે પતાવી દઉ છું તેમ બોલી અશ્વિનના માથામાં પાળિયાના ઘા માર્યા હતાં. પુત્રને બચાવવા વચ્ચે પડેલી મધીને પણ માર માર્યો હતો.

(6:07 pm IST)