Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સુરત:અમરોલી-કોસાડ આવાસમાં ટોળે વળી ગપ્પા મારતા 8 શાકભાજી વિક્રેતા સહીત કાપડ વેપારીઓને પોલીસે રંગે હાથે ઝડપી ગુનો દાખલ ર્ક્યો

સુરત: શહેરના અમરોલી-કોસાડ આવાસમાં ટોળે વળી ગપ્પા મારી રહેલા 8 શાકભાજી વિક્રેતા અને કાપડ વેપારીને અમરોલી પોલીસે ઝડપી પાડી તેમના વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમરોલી પોલીસ ગત સાંજે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કોસાડ આવાસ બિલ્ડીંગ નં. 393ની પાછળના ભાગે કેટલાક લોકો ટોળે વળી ગપ્પા મારી રહ્યા હતા. જેથી પોલીસે દરોડા પાડતા દોડધામ મચી જવા પામી હતી. જો કે કોસાડ આવાસની અલગ-અલગ બિલ્ડીંગમાં રહેતા અને કાપડનો વેપાર કરતા માનસીંગ ઘુઘાભાઇ બુટીયા (મૂળ રહે. લોયા, તા. પાળીયાદ, ભાવનગર), અર્જુન કરન ખાખરોડીયા (મૂળ રહે. ખારવા, તા. વઢવાણ, સુરેન્દ્રનગર), રાજેશ ગોપાલ ઉઘરેજીયા (મૂળ રહે. બોરાણા, તા. ચુડા, જિ. સુરેન્દ્રનગર), સંદીપ અશોક ખાખરોડીયા (મૂળ રહે. ખારવા, તા. વઢવાણ, સુરેન્દ્રનગર), રમેશ બાબુ ભોજવીયા (મૂળ રહે. ચોકડી ગામ, તા. ચુડા, સુરેન્દ્રનગર), દિલીપ રમેશ ભોજવીયા (મૂળ રહે. તા. ચુડા, સુરેન્દ્રનગર), દિલીપ રમેશ બલદાણા (મૂળ રહે. બલદાણા, તા. લીંબડી, સુરેન્દ્રનગર) તથા દિનેશ કાળુભાઇ રાફુકીયા (મૂળ રહે. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર) અને શાકભાજી વિક્રેતા અતુલ ભાનુભાઇ સોલંકી (મૂળ રહે. દેરડી કુંભાજી, તા.ગોંડલ, રાજકોટ) ઝડપાય જતા તેમના વિરૂધ્ધ ચાર કે તેનાથી વધુ વ્યક્તિઓના ભેગા થવા બદલ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ અને એપેડમિક ડિસીઝ એક્ટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

(6:15 pm IST)