Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કરશનબાપુ ભાદરકા અને એડવોકેટ અણસારી 'આપ'મી પાર્ટીમાં જોડાયા

અમદાવાદ : એક સમયે ગુજરાત કોલેજના જીએસ રહી ચુકેલા તેમજ સામાજીક શૈક્ષણિક રાજકીય ક્ષેત્રે ૩ હજારથી વધુ મોટીવેશનલ સેમીનારો કરી ચુકેલ કરશનબાપુ આમ આદમી પાર્ટીમાં જોડાય જતા અમદાવાદ ખાતે માનભેર તેઓને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા. સાથો સાથ એડવોકેટ અને નોટરી મોહમ્મદ આરીફ શરફુદીન અણસારી પણ આમ આદમી પાર્ટીમાં જોડાતા તેઓને પણ ખેસ પહેરાવી આવકારાયા હતા.  એડવોકેટ અણસારી રાષ્ટ્રીય સ્કેટીંગ ચેમ્પીયન અને આંતરરાષ્ટ્રીય ખેલાડી રહી ચુકયા છે. વિવિધ ઇવેન્ટમાં ૩૫ જેટલા ગોલ્ડ અને સીલ્વર મેડલ મેળવી ચુકયા છે. આપના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવની ઉપસ્થિતીમાં યોજાયેલ આવકાર સમારોહની તસ્વીરો નજરે પડે છે.

(3:54 pm IST)