Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ડીસા:પાંથાવાડા નજીક જીવદયા પ્રેમીઓએ પીકઅપ ડાલામાં કતલખાને લઇ જવાતા પશુઓને બચાવી ચાર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો

 

ડીસા: પાંથાવાડાની પાસેથી જીવદયા પ્રેમીઓએ પીકઅપ ડાલામાં કતલખાને લઈ જવાતા પશુઓને ઝડપી પાડી પાંથાવાડા પોલીસ મથકે લાવી ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ૫૬ પશુઓને ડીસાની કાંટ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

રાજસ્થાનએ બનાસકાંઠા જિલ્લાનાને અડેલી આવેલું છે. જેમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં પશુઓને કતલખાને લઈ જવા માટે હેરાફેરી કરવામાં આવે છે. ગત મોડી રાત્રે પાંથાવાડાની આરખી ગામની સીમ પાસે યુવકોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગુંદરી તરફથી એક પીકપ ડાલામાં ગેરકાયદેસર બકરાં ભરી આવી રહેલ છે. યુવકો દ્વારા પિકઅપ ડાલાને થોભાવી જેમાં ત્રણ શખ્સો બેઠા હતા. તેમણે પૂછપરછ કરતા અને પિકઅપ ડાલામાં જોતા તો ખીચોખીચ નર અને માદા બકરાઓ કુલ ૫૬ પશુઓને કતલખાને લઈ જતા હોવાનુ જાણવા મળ્યું હતું. અંગે પાંથાવાડા પોલીસને જાણ કરતાં પાથાવાડા પોલીસ દ્વારા ચાર શખ્સોને પીક અપ ડાલુ અને પશુઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. પાંથાવાડા પોલીસે ચાર શખસો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પશુઓને ડીસાની રાજપુર પાંજરાપોળ ખાતે લઈ જવાયા હતા.

(5:53 pm IST)