Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલય દ્વારા વિશ્વ સ્‍તનપાન સપ્‍તાહની ઉજવણી કરવામાં આવી

અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલય દ્રારા વિશ્વ સ્‍તનપાન સપ્‍તાહની ઉજવણીના ભાગરૂપે ધાત્રી માતાઓને સ્‍તન્‍યવર્ધક પૌષ્‍ટીક આહાર કીટ આપવામાં આવી

 (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :નિયામક આયુષના માર્ગદર્શન હેઠળ અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલય દ્રારા વિશ્વ સ્‍તનપાન સપ્‍તાહની ઉજવણીના ભાગ રૂપે આયુષ ગ્રામ યોજના હેઠળ આવરી લીધેલ અસલાલી તથા જેતલપુર ગામ ખાતે  ધાત્રી માતાઓની શીબીર નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલય ના પ્રોફેસર દ્રારા તમામ ધાત્રી માતાઓને સ્‍તનપાનના ફાયદા,મહત્‍વ વીશે સમજાવવામાં આવ્‍યુ તથા તેના વીશેને ગેરમાન્‍યતાઓથી દુર રહેવા માટેની સુચનાઓ પણ આપવામાં આવી હતી. વધુમાં શીબીર ભાગ લેનાર તમામ ધાત્રી માતાઓને સ્‍તન્‍યવર્ધક પૌષ્‍ટીક આહાર કીટ આપવા માં આવી અને સ્‍તનપાન વીશેની સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. તેમા વીજેતા થયેલ સ્‍પર્ધકને ઇનામ વીતરણ કરવામાં આવ્‍યુ તથા આ શીબીર માં સહકાર આપનાર મુખ્‍ય અતિથીને મોમેન્‍ટોથી સ્‍નામાનીત કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત ઔષધી વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું તેમ વૈદ્ય મયંક મણીયારે જણાવ્યું હતું.
   અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલયના પ્રીન્‍સીપાલ હર્ષીત શાહે વિશ્વ સ્‍તનાપાન સપ્‍તાહની ઉજવણીના ભાગ રૂપે જણાવ્‍યુ હતું કે બાળકોના સ્‍વસ્‍થ આરોગ્‍ય માટે જન્‍મના પ્રથમ કલાકમાં જ સ્‍તનપાન કરાવવું જરૂરી છે અને ૬ માસ સુધી બાળકને માત્ર માતાના દુધ જ આપવું જોઇએ. બાળકને ઉપરનું દુધ,બાટલી કે ગોળનું પાણી આપવું નહી. સ્‍તનપાન એ પસંદગી નહી પરંતુ જવાબદારી છે.

(7:31 pm IST)