Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

રીંગણી ગામમાં આકડા લખતા શખ્સને રૂપિયા 870 સાથે આમલેથા પોલીસે ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના રીંગણી ગામમાં જુગાર આંકડા નો ધંધો કરનાર એક ઇસમને પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આમલેથા પોલીસે ચેકીંગ માં હતી ત્યારે તા.4 ઓગસ્ટની સાંજે મળેલી બાતમીના આધારે રીંગણી ગામની સીમમાં આમલીના ઝાડની સટ્ટા બેટીંગનો આંક ફરકના આંકડા લખી હાર જીતનો જુગાર રમી રમાડતા બંદુલાલ માનસિંગભાઇ વસાવા(રહે.રીંગણી નિચલુ ફળિયુ તા.નાંદોદ )ને જુગારના સાધનો મળી કુલ રૂ. ૮૭૦ ની સાથે ઝડપી ગુનો દાખલ કર્યો છે.

(11:30 pm IST)