Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

રાજપીપળા નવા ફળિયામાં કોર્ટે કેસમાં સમાધાન કરો નહિ તો પતાવી દેવાની ધમકી આપનાર સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળાનાં નવા ફળિયામાં કોર્ટેમાં ચાલતા કેસમાં સમાધાન કરવા બાબતે સામા પક્ષને ધમકી આપનાર શખ્સ સામે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી મુજબ નવા ફળિયા માં રહેતા ઇકબાલ હુશેન મહંમદ ભાઈ શેખે આપેલી ફરિયાદ અનુસાર તેઓ ઘરની બાહાર ઓટલા ઉપર બેઠા હતા તે વખતે ઝાકીરખાન આઝમખાન પઠાણ રહે.નવા ફળીયા રાજપીપલા નાઓ ત્યાથી જતા હતા તે વખતે અમને જોઈને તેની ચાલુ ગાડી એ ગાળો બોલી કહેતા હતા કે અગાઉ સને ૨૦૧૯ માં તમે ફરીયાદ આપેલ છે . તેમા તમો સમાધાન કરી નાખજો નહીં તો તમને બધાને પતાવી દઈશ તેમ કહી ત્યાથી જતા રહ્યા હતા જેમાં ઇકબાલ શેખના કહેવા મુજબ તેમનો રાજપીપલા કોર્ટ મા હાલ કેસ ચાલે છે . અને ખોટી રીત ના આ શખ્સ અમને ગાળો બોલી ધાક ધમકી આપી સમાધાન કરવા જણાવતા હોય અમે આ બાબતના સી . સી . ટીવી ના ફુટેજ મેળવી આ ફરીયાદ કરવા આવ્યા છે.રાજપીપળા પોલીસે આ બાબતે ગુનો દાખલ કર્યો છે

(11:09 pm IST)