Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

હવે રાજ્‍યના ૧૦ હજાર આરોગ્‍ય કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી : ૮મીથી બેમુદ્દતી હડતાલ

પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની સેવાઓ ખોરવાઇ જવાનો ભય : અનેક પ્રશ્નોનો નિવેડો નથી

રાજકોટ તા. ૫ : રાજ્‍યના તલાટીઓ અચોક્કસ મુદ્દતની હડતાળનો હજુ અંત આવયો નથી ત્‍યાં રાજ્‍યના આરોગ્‍ય કર્મચારીઓએ પણ સરકાર સામે લડત આદરી છે, આગામી તા. ૮મીથી હજારો આરોગ્‍ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પાડશે. ફિમેલ હેલ્‍થ વર્કર સહિત આરોગ્‍ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. આ કારણોસર રાજ્‍યના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો પર આરોગ્‍ય સેવાઓ ખોરવાઇ શકે છે. ગુજરાત રાજ્‍ય આરોગ્‍ય કર્મચારી મહાસંઘના મતે, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, આરોગ્‍ય ઉપરાંત સામાન્‍ય વહીવટ વિભાગના અધિકારીઓ સાથે મુખ્‍ય ત્રણેય માંગણીઓના મુદ્દે ચર્ચા થઇ હતી અને પ્રશ્‍ન્‍ ઉકેલવાની સરકારે ખાતરી આપી હતી. આમ છતાંય હજુ સુધી આ પ્રશ્નનો ઉકેલ આવી શકયો નથી જેથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરવામાં આવ્‍યું છે.

 

(11:27 am IST)