Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

સુરતમાં ભૂપેન્દ્રભાઈની સુરક્ષામાં ચૂકઃ પિસ્તોલ સાથે ધસી આવ્યો યુવક

યુવક મહેશ દેવાણીએ ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાનો સંબંધી હોવાનું જણાવ્યું

સુરત, તા.૫: તિરંગા યાત્રા કાર્યક્રમમાં સુરત ખાતે ગઈકાલે યોજાયેલ તિરંગા યાત્રા કાર્યક્રમમાં પિસ્તોલ સાથે મહેશ દેવાણી નામનો શખ્સ ધસી આવ્યો હતો. જો કે, મુખ્યમંત્રીના અંગ રક્ષકો દ્વારા તાત્કાલિક અસરથી તેને અટકાવવામાં આવ્યો હતો અને સ્થાનિક પોલીસને સોંપી અટકાયત કરવામાં આવી હતી. આ યુવકની પૂછપરછ પણ હાથ ધરવામાં આવેલ.

સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછમાં યુવક મહેશ દેવાણીએ ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાનો સંબંધી હોવાનું જણાવ્યું હતું, જો કે, ત્યારબાદ ઉમરા પોલીસે જાણવાજોગ નોંધીને યુવકને મુકત કર્યો હતો.

(1:24 pm IST)