Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

પાટણની ભરબજારે સગા મામાએ ભાણેજને ધારીયાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો

ફરાર આરોપીઓને ઝડપી લેવા ૩ ટીમોની દોડધામઃ ર સંતાનો પિતા વિહોણા થયા

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. પ :.. પાટણ શહેરના રોટરીનગર વિસ્‍તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા પ્રકાશ પુનમભાઇ પટણી (ઉ.વ.૩૦) ગુરૂવારે વહેલી સવારે શાક માર્કેટમાં શાકભાજીના ફેરા માટે ગયા હતાં. ત્‍યાં મામા રમેશ સહિત તેમના પુત્રો સાથે બોલાચાલી થઇ હતી.

ત્‍યારે રીક્ષા ચાલક પ્રકાશ તેની રીક્ષા લઇ વેરાઇ ચકલા ચોકમાં આવેલ. ત્‍યાં તેનો પીછો કરી મામા અને તેમના ત્રણ દિકરાઓ આવી છરી અને ધારીયા વડે ઉપરાઉપરી જીવલેણ ઘા છીકતા ગંભીર રીતે લોહી લુહાણ થઇ જવા પામ્‍યા હતો. લોકોના ટોળે ટોળા ઘટના સ્‍થળે ઉમટી પડતા તેને ૧૦૮ દ્વારા હોસ્‍પીટલ ખસેડવામાં આવેલ. પરંતુ પેટના ભાગે ગંભીર ઇજા થઇ હોઇ ઘટના સ્‍થળે જ કરૂણ મૃત્‍યુ થયું હતું તેના પરિવારજનો ને જાણ થતા તેની માતા આવી કરૂણ કલ્‍પાંત કરતા હતાં. તેની માતાએ ચાર જણા સામે ગંભીર ફરીયાદ નોંધાવી આરોપીઓના નામ આપેલ છે. (૧) રમેશભાઇ કરશનભાઇ પટવી, પિતા (ર) વિશાલ રમેશભાઇ પુત્ર (૩) રોહિત રમેશભાઇ પુત્ર, રાજેશ રમેશભાઇ પટણી પુત્ર, ફરાર આરોપીઓને પકડવા પોલીસે ૩ ટીમો બનાવી છે.  આ હત્‍યાથી ર સંતાનો પિતા વિહોણા થયા છે.

(3:27 pm IST)