Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

તલાટીઓની હડતાલનો આજે ચોથો દિવસ : ઉકેલના ડોકિયા

મહામંડળના પ્રમુખ પંકજ મોદી કહે છે સરકાર અમારી માંગણીઓ સ્‍વીકારે તેવી આશા છે પણ ન સ્‍વીકારે ત્‍યાં સુધી હડતાલ યથાવત

રાજકોટ, તા. પ :  ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળ દ્વારા પંચાયતમાં તલાટીઓની ચાલી રહેલી રાજયવ્‍યાપી હડતાલનો આજે ચોથો દિવસ છે. પંચાયતની કામગીરી પર તેની અસર દેખાઇ રહી છે. ગઇકાલે મહામંડળના પ્રમુખ પંકજ મોદી અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા વચ્‍ચે અનોપચારિક બેઠક યોજાયેલ. જેમાં બન્ને તરફે હકારાત્‍મક અભિગમ દેખાયેલ પરંતુ વિધિવત બેઠક હજુ થઇ નથી. સરકાર સળગ નોકરી સહિતની અમુક માંગણીઓ સ્‍વીકારવા તૈયાર થઇ છે. ર-૩ દિવસમાં તેની જાહેરાત સાથે સુખદ ઉકેલ આવે તેવી આશા છે.  દરમિયાન આજે બપોરે તલાટી મહામંડળના પ્રમુખ પંકજ મોદીએ જણાવેલ કે અમારી કોઇ ખોટી જીદ નથી પણ વ્‍યાજબી માંગણીઓ માટેની લડત છે. સરકાર અમારી માંગણીઓ સ્‍વીકારશે તેવી આશા છે. સરકાર માંગણીઓ ન સ્‍વીકારે ત્‍યા સુધી હડતાલ યથાવત રહેશે.

 

(4:15 pm IST)