Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ચાર શકુનિઓની ધરપકડ કરવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં જુગારની મૌસમ ખીલી છે ત્યારે ડભોડા પોલીસે રણાસણના ઇન્દીરાનગરમાં દરોડો પાડીને તિનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડયા હતા જેમની પાસેથી ૧૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુગારીઓ માટે તો બારેમાસ શ્રાવણ જ હોય છે ત્યારે શ્રાવણ માસ આવવાની સાથે આ જુગારની બદી વધુ ફુલી ફાલતી હોય છે.શહેરી તથા ગ્રામ્યવિસ્તારમાં પણ શ્રાવણ માસ દરમિયાન જુગારીઓ બાજી માંડીને બેસી જતા હોય છે ત્યારે જિલ્લા ગ્રામ્યવિસ્તારમાં તો ખુલ્લામાં જુગાર બેફામ રમાઇ રહ્યો છે ત્યારે પોલીસ પણ આ પ્રવૃત્તી પર લગામ લાવવા માટે બાતમીદારોને સક્રિય કરીને દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ત્યારે ડભોડા પોલીસે બાતમીના આધારે રણાસણના ઇન્દીરાનગરમાં દરોડો પાડીને જુગાર રમતા સચિન ભરતભાઇ પંડયા રહે. લીંબોડિયા વાસ, વિજય કનનભાઇ પરમાર રહે. હરસોલી-દહેગામ, જીતેન્દ્રભાઇ ગોરધમભાઇ મંથાણી કુબેરનગર અને રવિ કૈલાશભાઇ સ્ગાહ ઓઢવ અમદાવાદને જુગાર રમતા ઝડપી લીધા હતા જેમની પાસેથી ૧૧ હજાર રૃપિયાની રોકડ કબ્જે કરવામાં આવી હતી. ગ્રામ્યવિસ્તારોમાં હજી પણ જુગારની પ્રવૃત્તી ચાલી રહી છે જેને ડામવા પોલીસ દોડી રહી છે.

(5:56 pm IST)