Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 6 શકુનિઓને 1.98 લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા

વડોદરા:કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે  દરોડો પાડીને ૬ જુગારીઓને ઝડપી પાડી ૧.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પીસીબી પોલીસે મળેેલી માહિતીના આધારે કિશનવાડી યોગી  સોસાયટીમાં રહેતો આનંદ કિશનભાઇ કહાર પોતાના  ઘરની બહાર પતરાનો શેડ બનાવી લોકોને ભેગા કરીને જુગાર રમાડે છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ  પાડીને જુગારધામના સંચાલક (૧) આનંદ કિશનભાઇ કહાર (૨) જય નટવરભાઇ કહાર (રહે.કહાર મહોલ્લો, નવાપુરા) (૩) સુનિલ ચીમનભાઇ તડવી (રહે.મોઇન પાર્ક સોસાયટી,મકરપુરા) (૪) સરવર અકબરાભાઇ સૈયદ (રહે.કબીરનગર, વાઘોડિયારોડ) (૫) ધર્મેશ ભરતસિંહ બારિયા (રહે.શિલ્પ ગ્રામ સોસાયટી, સોમા તળાવ) અને (૬) પ્રજ્ઞોશ હરીભાઇ  રોહિત (રહે.જય ભોલેનગર, મકરપુરા)ને ઝડપી પાડયા હતા.જ્યારે આરોપી મયંક રાઠોડ (રહે.ઉંડા ફળિયા, મકરપુરા)ને વોન્ટેડ જાહેર  કરવામાં આવ્યો છે.પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૃપિયા ૮૨,૦૭૦, ૧૦ મોબાઇલ ફોન અને ત્રણ ટુ વ્હીલર મળીને કુલ રૃપિયા ૧.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

(5:59 pm IST)