Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા:ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી

રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય અને મોન્સુન એક્ટિવિટીને કારણે તેમજ એક સર્ક્યુલેશન સિસ્ટમ બની: માછીમારોને 8 અને 9 ઓગષ્ટે દરિયો ન ખેડવા ચેતવણી

અમદાવાદ :  અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય બની છે અને મોન્સુન એક્ટિવિટીને કારણે તેમજ એક સર્ક્યુલેશન સિસ્ટમ બની હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 8 અને 9 ઓગષ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

(8:21 pm IST)