Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ગરુડેશ્વરના થવડિયા મહાદેવ મંદિરના પૂંજારીને મંદિર છોડી ભગાડી મુકવા ધમકી આપનાર 4 ભાઈઓ સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા થવડિયા ગામમાં આવેલા ઉલકેશ્વર મહાદેવ મંદીરના પૂંજારી ને મંદિર છોડી ભાગી જાય તેવા હેતુ થી અવાર નવાર હેરાન કરી ધમકી આપનારા ગામના જ  ચાર વિરુદ્ધ ગુનો દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર થવડિયા ગામમાં રહેતા ઉલકેશ્વર મહાદેવ મંદીરના પૂંજારી ગૌરીશંકર ફુલચંદ પંડીતએ આપેલી ફરિયાદની પોલીસ તપાસ કરતા એવી હકીકત જાણવા મળી હતી કે આ પૂંજારી ને એજ ગામના મનુભાઇ નરસીંહભાઇ તડવી અને રઘુભાઇ નરસીંહભાઇ તડવી એ ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે તેમના બીજા ભાઈઓ પૈકી ગોવીંદભાઇ નરસીંહભાઇ તડવી અને બાલુભાઇ નરસીંહભાઇ તડવી

એ ભાઈઓને મદદ કરી આ પૂંજારી મંદીર છોડી ભાગી જાય તે હેતુથી અવાર નવાર હેરાન કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા પોલીસે ચારેય ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(10:21 pm IST)