Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

પેટાચૂંટણી પહેલા ખેડૂતોને કૃષિ બિલ ગળે ઉતારવા પ્રયાસ : સાંસદ પરબતભાઇ પટેલે કરી ખાટલા બેઠક

ખેડૂતો સાથે સંવાદ કરીને કૃષિ બિલની જાણકારી આપી અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નનો જવાબ આપ્યો હતો.

અમદાવાદઃ વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કૃષિ બિલ સંસદના બંને ગૃહોમાં પસાર થઈ ચૂક્યુ છે.વિપક્ષ દ્વારા મોટાપાયા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમા ખેડૂત સંગઠનોએ પણ ઝૂકાવ્યુ છે. તેના પગલે વડાપ્રધાને પક્ષના સાંસદો, વિધાનસભ્યો અને કાર્યકરોને જણાવ્યું છે કે તે લોકોની વચ્ચે જાય અને તેઓને આ બિલના ફાયદાની જાણકારી આપે.વડાપ્રધાન એગ્રી બિલ સામે વિરોધના પગલે વિવિધ રાજ્યોમાં પક્ષના સાંસદો, વિધાનસભ્યો અને કાર્યકરોને લોકોની વચ્ચે જઈને એગ્રી બિલના ફાયદાની જાણકારી આપવા માટે જણાવ્યું છે.

ત્યારે  પક્ષના વિવિધ નેતાઓ તેમના મતવિસ્તારોમાં જઈને ખેડૂતો સાથે સંવાદન કરી રહ્યા છે. તેમા ખાટલા બેઠકોનો પણ સમાવેશ થાય છે. આગામી મહિને આઠ બેઠકોની પેટાચૂંટણી છે ત્યારે ખેડૂતોની નારાજગીનો સામનો બનવું ન પડે તે માટે તે માટે તેઓને કૃષિ બિલથી કેટલા ફાયદા થશે તે સમજાવવામાં આવી રહ્યુ છે. આવી જ એક ખાટલા બેઠકમાં પરબતસિંહ પટેલે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેઓએ ખેડૂતોને કૃષિ બિલ અંગેની જાણકારી આપી હતી. તેમણે આ અંગે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નનો જવાબ આપ્યો હતો.

 ભાજપે ચૂંટણી માટે કાર્પેટ બોમ્બિંગ શરૂ કરી દીધુ છે. આ બધી બેઠકો કોંગ્રેસની છે અને કોંગ્રેસે બધી બેઠકો જીતવાનો દાવો કર્યો છે અને ભાજપે પણ આવો જ દાવો કર્યો છે. પણ ભાજપના આંતરિક સૂત્રો મુજબ તેમનો આંતરિક સરવે આ આઠ બેઠકોમાંથી ચાર બેઠકો પર એન્ટિ ઇન્કમબન્સીનો સામનો કરવો પડી શકે છે.

(11:16 pm IST)