Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

સુરતમાં નિવૃત્ત DySPની દીકરીઓ સામે ૫૧ લાખની છેતરપિંડીની ફરિયાદ

સુરતઃ  નિવૃત્ત DySP ગુણવંત બારોટની દીકરીઓ સામે જમીનના પ્લોટ બાબતે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે નિવૃત્ત DySPની દીકરીઓ સામે ડુમસના પ્લોટને લઇને ૫૧ લાખની છેતરપિડીં કર્યાની ફરિયાદ કરવામાં આવી છે.

નિવૃત્ત DySPની દીકરીઓએ ડુમસનો પ્લોટ ૫૧ લાખમાં ડોકટરોને વેચ્યો હતો. ત્યાર બાદમાં પોતાની બહેનને પ્લોટ વેચ્યાનું તરકટ રચ્યું છે. જે અંગે ડુમસ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

(2:54 pm IST)