Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

મગફળી માટે ૧,૬૭,પ૩૩ ખેડુતોની નોંધણી ખરીદી કેન્દ્રો પર સીસીટીવી કેમેરા મુકાશે

એક પણ ખેડુત નોંધણીથી બાકી નહી રહેઃ જયેશ રાદડીયા

રાજકોટ, તા., ૫: રાજય સરકાર દ્વારા આજે પાંચમાં દિવસની બપોર સુધીમાં રાજયમાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં કુલ ૧,૬૭,પ૩૩ ખેડુતોની નોંધણી થઇ છે.

નાગરીક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ પત્રકારોને જણાવેલ કે તા.ર૧મીથી મગફળી ખરીદી શરૂ થાય ત્યારે તમામ કેન્દ્રો પર કેમેરા લગાવાશે.

ગયા વર્ષે ર.૪૪ લાખ ખેડુતો પાસે રપ૪૭ કરોડની પ લાખ મેટ્રીક ટન મગફળી ખરીદાયેલ ઓનલાઇન  નોંધણી વિનામુલ્યે થાય છે. તેનાથી એક પણ ખેડુત વંચીત રહેશે નહી.

(3:53 pm IST)