Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ગુજરાત મીડિયા કલબ આયોજિત 'પાપા હે તો પોસિબલ હે' ફોટોગ્રાફી કોમ્પિટિશનના વિજેતા જાહેર

આ કોમ્પિટિશનનું આયોજન ફાધર્સ ડે નિમિત્તે કરાયું હતું: જેનો વિષય 'ઈટ, પ્લે એન્ડ લવ વિથ પાપા' રખાયો હતો

અમદાવાદ, તા.૫: ગુજરાત મીડિયા કલબે સેન્ટર ફોર કમ્યુનિકેશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (CCCR)સાથે મળીને ફોટોગ્રાફી કોમ્પિટિશન 'પાપા હે તો પોસિબલ હે'નું આયોજન કર્યું હતું. જેના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ કોમ્પિટિશનનું આયોજન ફાધર્સ ડે નિમિત્તે કરાયું હતું. જેનો વિષય 'ઈટ, પ્લે એન્ડ લવ વિથ પાપા' રખાયો હતો. ફાધર્સ ડે નિમિત્તે યોજાયેલી વિવિધ વર્ચ્યુઅલ ઇવેન્ટ્સનો આ એક ભાગ હતો.

આ ઇવેન્ટના આયોજનમાં ક્રિએટિવ યાત્રા, ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ઓફ એકસેલન્સ અને યુનિસેફ ઇન્ડિયાનો પણ સહકાર મળ્યો હતો.

આ માટે યોજાયેલા વર્ચ્યુઅલ વાર્તાલાપમાં બાળ ઉછેરમાં પુરુષોની ભાગીદારીના મહત્વ વિશે તજજ્ઞોએ ચર્ચા કરી હતી. તો સાથે બદલાતા સમય સાથે પિતૃત્વના કેટલાક રંગો ડિજિટલ કોમ્પિટિશનમાં જોવા મળ્યા હતા. #PapaHaiTOPossibleHai ઝુંબેશ દ્વારા બાળ ઉછેરમાં પિતાની બદલાતી ભૂમિકા અને નવી જવાબદારીઓ જેવી કે, રસોઇ,બાળકોની સંભાળ, દ્યરકામમાં બાળકોની મદદ લેવી વગેરેને તેઓ કેવી રીતે નિભાવી રહ્યા છે તે દર્શાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ બાળકોની સંભાળ લેવી અને તેમને ઘરના વિવિધ કાર્યો શિખવવા જેવા કામ પરંપરાગત રીતે માત્ર સ્ત્રીઓ જ કરે તેવી માન્યતા હતી.

ગુજરાત મીડિયા કલબના પ્રમુખ નિર્ણય કપૂરે જણાવ્યું હતું કે, શ્નબાળકના ઉછેર અને હિતમાં પિતાનું હોવું અનિવાર્ય છે. આજે બાળકોની માત્ર રક્ષા કરવી જ નહીં પણ તેમને સાચી વર્તણુક શીખવવી પણ એટલી જ મહત્વની છે. ઉદાહરણ તરીકે જો પિતાની જમવાની આદત સારી હોય તો આપોઆપ બાળકો પણ હેલ્ધી અને પોષકતત્વોથી ભરપૂર જમવાનું પસંદ કરશે. જે જીવનને એક સારી શરૂઆત ચોક્કસ આપશે.

આ કોમ્પિટિશનમાં ૧૦૦થી પણ વધારે એમેચ્યોર અને પ્રોફેશનલ ફોટોગ્રાફર્સે ભાગ લીધો હતો. તેમણે તેમના કેમેરા લેન્સની મદદથી પિતા પુત્રના સંબંધના મૂળતત્ત્વ સુધી પહોંચવા મથામણ કરી હતી.સંશોધનોને અંતે એવું તારણ નિકળ્યું છે કે જયારે બાળકના શરૂઆતના વર્ષોમાં જ જો પિતા તેની સાથે એક નાતો જોડવામાં સફળ રહે તો તે બાળકોના ઉછેરમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. આવા બાળકોમાં લાંબા ગાળે માનસિક સ્વાસ્થ્ય, સ્વાભિમાન અને જીવન પ્રત્યેની સંતોષની ભાવના બળવત્તર હોય છે.

ગર્ભાધાનથી માંડીને બાળક બે વર્ષનું થાય તે દરમિયાન આ બધી બાબતો ખૂબ જ મહત્વની બની રહે છે. આ વાતનું પુનરુરચારણ કરતા ઘ્ઘ્ઘ્ય્ભ્ઝ્રભ્શ્ના સેન્ટર હેડ પ્રદીપ મલ્લિકે જણાવ્યું હતું કે, 'બાળકના માનસિકવિકાસમાં તેના પહેલા ૧૦૦૦ દિવસો ખૂબ જ અગત્યના હોય છે. આ પ્રક્રિયામાં પિતાની ભૂમિકા પણ એટલી જ અગત્યની છે. પણ, આપણી કેટલીક પરંપરાગત વિચારશૈલીને કારણે અત્યાર સુધી બાળ ઉછએરમાં પુરુષના મહત્વ પર એટલું ધ્યાન અપાયું નથી.'

આ ઝુંબેશ બાળ ઉછેરમાં પિતાની ભૂમિકાને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરાઇ હતી.

જૂરી દ્વારા પસંદ કરાયેલા વિજેતાઓ આ પ્રમાણે છે

પ્રથમ વિજેતાઃ સિદ્ઘરાજ સોલંકી, દ્વીતિય વિજેતાઃ ઘનશ્યામ કહાર, તૃતિય વિજેતાઃ સ્તુતિ પ્રજાપતિ

પ્રથમ આશ્વાસન ઇનામઃ જયેશ પરમાર, દ્વીતિય આશ્વાસન ઇનામઃ કરણ મેસરાની.

(3:55 pm IST)