Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

SGVP ગુરૂકુલની શાખા અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના સવાનાહ ખાતે ઉજવાયેલ પૂર્ણિમા મહોત્સવ - ઓન લાઇન મહાપૂજા-મહા આરતિ ગોપી મહિલા મંડળ દ્વારા કિર્તન ભક્તિ

 જ્યોર્જિયા (USA) તા.૪  શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP ગુરૂકુલની શાખા અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના બીગ સીટી સવાનાહમાં ૫૦ એકરમાં વિસ્તાર પામેલ અને સરોવર કિનારે વિશાળ શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર આવેલ છે.

    શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા હેતુથી સવાનાહ સનાતન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, બાજુમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, સીતારામ ભગવાન, તિરૂપતિ બાલાજી, શ્રીનાથજી ભગવાન, શિવપાર્વતી, શ્રી અંબામા, ઉમૈયામા, ગણપતિજી, હનુમાનજી, સૂ્ર્યનારાયણદેવ, વગેરે ૧૮ પ્રતિમાઓ પધરાવવામાં આવી છે.

      આ શહેર અને નજીકના  વિસ્તારમાં ગુજરાત ઉપરાંત કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યના લોકો નિવાસ કરે છે. દર શનિવાર અને રવિવારે ૧૨૦૦ થી ૧૫૦૦ ભાવિકો દર્શનનો લાભ લેછે.

     SGVP ગુરૂકુલ દર્શનમ્ સસ્કૃત મહાવિદ્યાલયના પૂર્વ પ્રાધ્યાપકો શ્રી તુષારભાઇ વ્યાસ અને અંકિતભાઇ રાવલ દેવોની પૂજાવિધિ સંભાળી રહ્યા છે.

અહીં  બાળસંસ્કાર કેન્દ્ર પણ ચલાવાય છે તેનું સંચાલન કૃષ્ણજીવનદાસજી સ્વામી અને વેદાંતસ્વરૂપદાસજી કરી  રહ્યા છે. જેમાં  બાળકોને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંસ્કાર સાથે સંગીત, નૃત્ય, યોગ વગેરે શીખવાડવામાં આવે છે.

        ભારતમાં ઉજવાતા તહેવારો જેવા કે ગણેશોત્સવ, નૂતનવર્ષ, દિપાવલી, રક્ષાબંધન, જન્માષ્ટમી,

રામનવમી, નવરાત્રી વગેરે તમામ ઉત્સવો અહીં અાનંદ સભર ઉજવાય છે. ઉપરાંત દક્ષિણ ભારતમાં ઉજવાતા વિશિષ્ટ ઉત્સવો પણ ઉજવાય છે.

  હાલ કોરોના મહામારીને કારણે અમેરિકાના લોકો ઘર બેઠા મહાપૂજન કરી શકે તે માટે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અધિક માસની પૂર્ણિમાના દિવસે વહેલી સવારે વેદાંતસ્વરૂપદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે ઠાકોરજીનું પંચોપચાર તથા ષોડશોપચાર પૂજન કરવામાં આવેલ. ત્યારબાદ વેદાંતસ્વરૂપદાસજીના માર્ગદર્શન સાથે ઓન-લાઇન મહાપૂજા કરાવવામાં આવેલ. મહાપૂજા શાસ્ત્રી અંકિતભાઇ  રાવલ અને તુષારભાઇએ વેદ વિધિ સાથે કરાવી હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભકતો જોડાયા હતા.  આ પ્રસંગે ગોપી મહિલા મંડળ દ્વારા કિર્તન ભકિતનો કાર્યક્રમ રાખવામાં આવેલ, સાંજના સમયે ઓન લાઇન આરતિનો કાર્યક્રમ યોજાચો હતો.

પ્રતિ,આદરણીય તંત્રી શ્રી  -  કનુભગત

(3:58 pm IST)