Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

વડોદરાના વ્રજવાટીકા કોમ્‍પલેક્ષના પાર્કીંગમાં આઇપીએલ પર સટ્ટો રમાડનાર 3 શખ્‍સોને ઝડપી લેતી પીસીબીઃ મુંબઇ ઇન્‍ડિયન અને હૈદ્રાબાદ વચ્‍ચેની મેચ પર સટ્ટો રમાડનારા પાસેથી કાર, લેપટોપ, મોબાઇલ ફોન સહિત 3.5 લાખનો મુદ્દામાલ જપ્‍તઃ કરજણના શખ્‍સને વોન્‍ટેડ જાહેર કરાયો

વડોદરા: કોરોના કહેર વચ્ચે ચાલી રહેલી આઇપીએલ 2020 શરૂ થતાં જ ગુજરાતના સટૉડિયા એક્ટ્વિ થઇ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદ, સુરત વડોદરામાં સતત સટોડિયાઓ ઝડપાઇ રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં જ IPLની મુંબઈ ઈન્ડિયન્સ તથા કિંગ ઈલેવન પંજાબ વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમાડતા બે સટોડીયાને પોલીસે સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાંથી ઝડપી પાડી રૂ.38,450 રોકડા, 6 મોબાઈલ ફોન અને અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.82,650 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ત્યારે હવે વડોદરાના નવાપુરામાં વ્રજવાટિકા કોમ્પલેક્સ પાર્કિંગમં આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ તેમજ હૈદ્રાબાદ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડયા છે. સટોડિયાઓ લેપટોપ અને મોબાઇલ ફોનની મદદથી સટ્ટો રમાડતા હતા. પોલીસે કાર, લેપટોપ અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે કરજણના વાહીદ પઠાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વડોદરા શહેરની PCB પોલીસે સંગમ ચાર રસ્તા નજીક આવેલા કોમ્પલેક્સમાં દરોડો પાડી આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરી સ્થળ પરથી રૂ. 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

(5:09 pm IST)