Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

વડોદરાના વાઘોડિયા તાલુકાના માડોધર ગામે દારૂનો જથ્થો લઈને જતી એક કાર સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી

વડોદરા:વાઘોડિયા તાલુકાના માડોધર ગામ પાસે વડોદરાથી દારૂનો જથ્થો ભરીને જતી એક કાર સાથે બે વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યા છે.

અંગેની વિગત મુજબ સફેદ રંગની મારુતિ કારમાં દારૂનો જથ્થો ભરીને કેટલાક શખ્સો વાઘોડિયા તરફ જવાના છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે રોકી તપાસ કરતા કારમાંથી 24 પેટીમાં રાખેલા દારૂના 1152 પ્લાસ્ટિકના પાઉચ મળ્યા હતા.

દારૂના જથ્થા સાથે કારના ચાલક ચંદુ મગન માછી તેમજ અક્ષય રાજપુતની પૂછપરછ કરતા બંનેએ દારૂનો જથ્થોકર્મ ભરીને કિસન વાડીમાં રહેતા વિશાલ હરિહરે આપ્યો હોવાનું કબૂલાત કરી હતી. તેમજ જથ્થો વાઘોડિયામાં સુનિલ વિક્રમ બારીયા નામના બારીયા નામના સપને આપવાનો હતો. દારૂ ભરેલી કારનું પાયલોટિંગ વિશાલ કહાર કરતો હતો જે ફરાર થઇ ગયો છે. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:29 pm IST)