Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં લોકોના એકઠા કરી જુગાર રમાડનાર શખ્સને પોલીસે બાતમીના આધારે દરોડા પાડી ઝડપી પાડ્યા

વડોદરા:શહેરના દાંડિયાબજાર ચારરસ્તા ડાલસન વોચની સામે આવેલા એપાર્ટમેન્ટમાં કેટલાક સિનિયર સિટીઝનો ભેગા થઈને જુગાર રમતા હોવાની માહિતીના આધારે રાવપુરા પોલીસે દરોડો પાડીને મકાન માલિક સહિત જુગારીઓની ધરપકડ કરી છે.

અંગે મળતી માહિતી અનુસાર રાવપુરા પોલીસને માહિતી મળી હતી કે અક્ષર એપાર્ટમેન્ટના મકાન નંબર 206માં રહેતા સિનિયર સિટીઝન કુમારપાલ જયંતીલાલ શાહ પોતાના ઘરે મિત્રોને બોલાવી જુગાર રમાડતો છે જે માહિતીના આધારે રાવપુરા પોલીસે ઉપરોકત સ્થળે દરોડો પાડી મકાન માલિક સહિત જુગારીઓને ઝડપી પાડયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર જુગાર રમવા ભેગા થયેલા તમામ આરોપીઓ સિનિયર સિટીઝન હતા પોલીસે 40,650 રૂપિયા રોકડા અને પાંચ મોબાઇલ સહિત કુલ 55,655 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(5:30 pm IST)