Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

વડોદરામાં મીઠાઈની દુકાનમાં મનપા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું: 17 જુદી જુદી દુકાનમાં કામગીરી હાથ ધરી મીઠાઈના સેમ્પલ લેવાયા

વડોદરા: શહેરમાં મીઠાઈના પેકેટ ઉપર અને છૂટક મીઠાઈના વેચાણ વખતે બેસ્ટ બીફોર ડેટ અને ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ ફરજિયાત દર્શાવવા ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નોટિફિકેશન આધારે વડોદરામાં મીઠાઈની દુકાનોમાં ચેકિંગ શરૂ કરાયું છે. કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચેકિંગ થઇ રહ્યું છે. ત્રણ દિવસ અગાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં 17 દુકાનોમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી

કોર્પોરેશનના ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારે મીઠાઈ ફરસાણના વેપારીઓ ફૂડ સેફ્ટીનો અમલ વેપારીઓ બરાબર કરે તે માટે મીઠાઈ ફરસાણ એસોસિએશનના પ્રમુખને તેની જાણ પણ કરી દીધી હતી. દરેક વેપારીઓને આનું ચુસ્ત પાલન કરવાનું છે અને ચેકિંગ દરમિયાન બેસ્ટ બીફોર અને મેન્યુફેક્ચરિંગ તારીખ દર્શાવેલી નહિ હોય તો કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે

(5:31 pm IST)