Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

વડોદરાના આજવા રોડ નજીક અકસ્માતના જુદા-જુદા બે બનાવમાં બાઈક ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું

વડોદરા:શહેરમાં અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આજવા રોડ પર સુપર બેકરી પાસે એકટીવા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે રણોલી બ્રિજ પાસે રસ્તો ક્રોસ કરી રહેલા અજાણ્યા વ્યક્તિનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યું હતું.

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા ખોડીયાર નગર ચોકમાં રહેતા કમલેશભાઈ દરજી ચશ્માની કંપનીમાં નોકરી કરતા હતા 1લી માર્ચના રોજ તેઓ પોતાની દીકરી સાથે મોટરસાયકલ લઈને સુપર બેકરી પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલા એક્ટીવા ચાલક દશરથ કોલેકર  ( રહે - અર્પિતા પાર્ક, ગોત્રી , વડોદરા ) કમલેશભાઈની મોટર સાયકલને અડફેટે લીધી હતી. અકસ્માતમાં તેમની 16 વર્ષીય દીકરી મીતાલીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે કમલેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં સારવારનો તમામ ખર્ચ એક્ટિવા ચાલક દશરથ કોલેકરે આપવાની બાંહેધરી આપી હતી. જોકે ત્યારબાદ તે દિવસે તેમનું મોત નીપજ્યું હતું.

(5:32 pm IST)