Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મકાન પચાવી પાડવાના ઈરાદા સાથે વૃદ્ધા પર ચપ્પુથી જીવલેણ હુમલો કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસમ આલા કબ્રસ્તાન પાસે મકાન પચાવી પાડવાના ઇરાદે 70 વર્ષિય વૃદ્ધાને ચપ્પુનો ઘા મારનાર માથાભારે શખ્સ વિરૂદ્ધ કારેલીબાગ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના કાસમ આલા કબ્રસ્તાન પાસે રહેતા 70 વર્ષીય વૃદ્ધા કાશીબેન પરમાર મહોલ્લામાં શાકભાજી ખરીદવા લારી પાસે ગયા હતા તે સમયે સલીમ બચુભાઈ સુન્ની( રહેવાસી -કાસમ આલા, કબ્રસ્તાન, કારેલીબાગ, વડોદરા) અચાનક ધસી આવ્યો હતો અને જણાવ્યું હતું કે "તું અહીંયાથી મકાન ખાલી કરી જતી રહે નહી જાય તો હું તને જાનથી મારી નાખીશ" સમયે વૃદ્ધાનો પૌત્ર લાલજી આવી જતા તેણે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા સલીમે ચપ્પુ કાઢી વૃદ્ધાના કમરના ભાગે ઘા કર્યો હતો

(5:33 pm IST)