Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

આણંદ જિલ્લાના સામરખાથી ભાલેજ નજીક એલસીબીએ બાતમીના આધારે ટેમ્પામાં ગુપ્તખાનું બનાવીને લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

આણંદ:જિલ્લાના સામરખાથી ભાલેજ જવાના રોડ પરથી એલસીબીએ બાતમીના આધારે ટેમ્પામાં ગુપ્ત ખાનું બનાવી લવાતી દારૂની ૩૫૯ બોટલ સાથે આણંદના બે શખ્સોની અટકાયત કરી હતી.

આણંદ એલસીબીને બાતમી મળી હતી કે આણંદની કોહીનુર સોસાયટીમાં રહેતા ફિરોઝ ઉર્ફે મુનો ટપોરી તથા ફિરોજ ઉર્ફે ડેની કુસુકખાન પઠાણ (રહે. આણંદ) ટેમ્પીમાં બહારથી દારૂનો જથ્થો લાવતા હોવાનું પસાર થતી ટેમ્પીને કોર્ડન કરી ઝડપી લીધી હતી બાદમાં તલાશી લેતા પાછળના ભાગે બનાવેલ ગુપ્ત ખાનામાંતી વિદેશી દારૂની ૩૫૯ બોટલ, રોકડ, ગાડી સહિત રૂા. ૧૪. લાખના મુદ્દામાલ સાથે આણંદના બંને શખ્સોની અટક કરી હતી.

(5:37 pm IST)