Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ગાંધીનગર જિલ્લામાં છેવાડાના ગામમાં ફાર્મહાઉસની અંદર દારૂની મહેફિલ યોજી મજા કરનાર ત્રણ યુવતી સહીત આંઠ લોકોની રંગે હાથે ધરપકડ:21લાખથી વધુનો મુદામાલ જપ્ત

ગાંધીનગર:જિલ્લામાં છેવાડે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ફાર્મહાઉસની અંદર અવારનવાર દારૂની મહેફીલો યોજાતી રહે છે ત્યારે સાંતેજના કર્મભુમિ-૧માં આવેલા પ૪ નંબરના મકાનમાં ગઈકાલે રાત્રે બર્થડે નિમિત્તે દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમી સાંતેજ પોલીસને મળી હતી. જેના પગલે પોલીસે દરોડો પાડતાં અહીં અમદાવાદના ત્રણ યુવતિ સહિત આઠ લોકો દારૂની મહેફીલ માણતાં ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી દારૂની ખાલી બોટલ, મોબાઈલ ફોન અને ત્રણ કાર મળી ર૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.         

રાજયમાં દારૂબંધી હોવા છતાં ઠેકઠેકાણે દારૂની મહેફીલો યોજતી રહે છે. તાજેતરમાં અડાલજ નજીક ફાર્મહાઉસમાંથી અમદાવાદના ૧૩થી વધુ નબીરાઓ દારૂની મહેફીલ માણતાં ઝડપાયા હતા અને સિલસિલો હજુ પણ ફાર્મહાઉસોમાં ચાલી રહયો છે. ત્યારે સાંતેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પીએસઆઈ એમ..જોષીને બાતમી મળી હતી કે અઢાણા ગામની સીમમાં આવેલા કર્મભુમિ- ફાર્મમાં મકાન નં.પ૪માં દારૂની મહેફીલ ચાલી રહી છે. જે બાતમીના પગલે પોલીસે દરોડો પાડતાં ફાર્મહાઉસની બહાર યુવક અને યુવતિઓ દારૂની મહેફીલ માણતાં હતા. પોલીસને જોઈ તેમના રંગમાં ભંગ પડી ગયો હતો. પોલીસે સ્થળેથી ત્રણ યુવતિ અને પાંચ યુવાનોને દારૂના નશા કરેલી હાલતમાં ઝડપી લીધા હતા. જેમાં ઈશાનરાજ રૂપેશ ભાટીયા રહે.વાત્સલ્ય એપાર્ટમેન્ટ ફલેટ નં., કોમર્સ રસ્તા, નવરંગપુરા, સાર્થક વિપુલભાઈ શાહ રહે.બી-, પારસમણિ સોસાયટી, અચેર બસડેપોની પાછળ સાબરમતી, મીત નીતીશભાઈ આશરા રહે.૧૪૮૬ બદોપોળના નાકે, રંગાટીબજાર, આસ્ટોડીયા, શીશીર હેમંત તિવારી રહે./૭૦૪, શિવાન્તા એપાર્ટમેન્ટ, વેજલપુર અમદાવાદ, પ્રિન્સ દીનેશકુમાર પ્રજાપતિ રહે.એના રેસીડેન્સી, ૪૪ ટીપી, ચાંદખેડા, જહાનવી સુરેશભાઈ ચૌહાણ રહે.ડી-, સ્ટર્લીંગ સીટી, બોપલ અમદાવાદ, સમૃધ્ધિ સંજયભાઈ પંચાલ રહે.મકાન નં., હરીહર સોસાયટી, આરબીઆઈ કોલોની નજીક ઉસ્માનપુરા અને પૂજા સુનિલ ચંદ્રા રહે.૧૧, સ્ટાર એપાર્ટમેન્ટ, માનસી સર્કલ, વસ્ત્રાપુર અમદાવાદનો સમાવેશ થાય છે. ઝડપાયેલી ત્રણેય યુવતિઓના બ્લડ સેમ્પલ લઈ તપાસઅર્થે મોકલવામાં આવ્યા છે. પોલીસે સ્થળેથી આઠ ગ્લાસ, દારૂની ખાલી બોટલ અને ત્રણ કાર તેમજ મોબાઈલ મળી ર૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશન એકટ મુજબ આઠેય વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. ત્યારે પોલીસની પુછપરછમાં બહાર આવ્યું હતું કે સાર્થક શાહની બર્થડે પાર્ટી હોવાથી ઈશાનરાજ ભાટીયાના ફાર્મહાઉસમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું

(5:38 pm IST)