Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ખેડૂતો સરકાર દ્વારા લાવવામાં આવેલ ૩ કિશાન બીલોનો કરી રહ્ના છે વિરોધઃ સરકાર આ તમામ કિશાન બીલ ખેડૂત તરફી હોવાનું જણાવે છેઃ ખેડૂતો અને કૃષિ નિષ્ણાંતો તેને કાળા બીલો ગણાવે છે

સંતરામપુર/અમદાવાદઃ દેશમાં હાલ ખેડૂતો મોદી સરકાર દ્વારા લવવામાં આવેલા 3 કિસાન બિલનો વિરોધ કરી રહ્યા છે. સરકાર આ બિલોને ખેડૂતતરફી ગણાવી રહી છે. જ્યારે ખેડૂતો અને કૃષિ નિષ્ણાતો તેને ખેડૂતોનું અહિત કરનારા ગણાવે છે. ખેડૂતો અને વિપક્ષ કેન્દ્રના વિધેયકોને ‘કાળા બિલો’ ગણાવી રહ્યા છે. તેમને વધુ કૌભાંડ થવાની ચિંતા સતાવી રહી છે.

બિલોનો વિરોધ સમજવા માટે ગુજરાતના મહિસાગર જિલ્લાની લીંબડિયા APMC માર્કેટના ચેરમેન ભૂલાભાઇ પટેલે કરેલા કૌભાંડનની મોડસ ઓપરેન્ડી પર એક નજર નાંખીએ.

મહિસાગર જિલ્લાની APMCનું કૌભાંડ

APMCના ચેરમેન ભૂલાભાઈ પટેલે આચરેલા આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી એવી છે કે તેમા વેપારી પાસેથી ટેકાના ભાવથી પણ નીચા ભાવે માલની ખરીદી કરવામાં આવી હતી.

તેના પછી આ ખરીદીને ખેડૂતના નામે ખોટી રીતે ઓનલાઇન ધોરણે દર્શાવી દેવાઈ હતી. આ કૌભાંડમાં વેપારી પાસેથી પ્રતિ ક્વિન્ટલ 700 રૂપિયે ચણા ખરીદાયા હતા અને પછી સરકારે જાહેર કરેલા પ્રતિ ક્વિન્ટલ રુ. 975ના ભાવે ખેડૂત પાસેથી ખરીદી ઓનલાઇન દર્શાવી દીધી.આમ પ્રતિ ક્વિન્ટલ સીધા 275 રૂપિયા એપીએમસી માર્કેટના ચેરમેને અંકે કરી લીધા હતા.

ચેરમેને સીધો વેપારીઓ પાસેથી માલ ખરીદીને ઓનલાઇનમાં ખેડૂતોનું નામ વેપારી તરીકે બતાવી દેતા તેઓની સ્થિતિ કફોડી થઈ હતી. ખેડૂતોએ એક જ વખત માલ જો APMCમાં વેચી દીધો હોય તો તે ફરીથી કેવી રીતે વેચી શકે. ખેડૂતો માટે આનો સીધો અર્થ એમ જ થાય કે તેમણે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ છતાં પણ નીચા ભાવે વેચાણ કરવું પડે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડિયા ગામ ખાતે આવેલી APMCમાં થોડા સમય પહેલા સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. તેમા વીરપુર અને ખાનપુર તાલુકાના ખેડૂતો સહિત બધાના માટે ટેકાના ભાવે ચણા વેચવાનું ઓનલાઇન કરી દેવામાં આવ્યું હતું.

અહીં વાસ્તવમાં ચણાની ખરીદી ખેડૂતો પાસેથી કરવાની હોય તેના બદલે ચેરમેન ભૂલાભાઈ પટેલે માર્કેટમાં તેમના મળતિયાઓ સાથે મળીને ભ્રષ્ટાચાર કરીને ખેડૂતોના હક્કના નાણા ઘરભેગા કર્યા હોવાનું બૂમ ઉઠી હતી. તપાસ બાદ ભૂલાભાઈ પટેલને જિલ્લા રજિસ્ટ્રારની તપાસ પછી હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.

જ્યારે અમદાવાદ APMCના સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ સરકારે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવો જાહેર કરતી હોવા છતાં માર્કેટના દલાલો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. ખેડૂતનો માલ જોઇ જો સારી ગુણવત્તાનું હોય તો દલાલો તેની પારખી કૌભાંડ કરતા હોય છે. જેમાં ખેડૂતને પહેલાં રાહ જોવડાવે છે. પછી તેને કહે છે કે માલ બારબર નથી. વેપારી ટેકાનો ભાવ આપવા તૈયાર નથી તેવું કહી, ખેડૂતને ટટળાવે છે.

ઉદાહરણ તરીકે આને સમજીએ કે કોઇ વસ્તુનો ટેકાનો ભાવ 700 રુપિયા છે. તો દલાલ ખેડૂતને કહેશે કે વેપારી સરેરાશ 650ના ભાવે માલ ખરીદવા માંગે છે. પહેલાં તોરાહ જોઇને કંટાળેલો ખેડૂત માલ નહીં વેચાય તે બીકે અધિરો બની ઓછા ભાવે માલ વેચી દે છે. પછી દલાલ વેપારીને એ જ માલ 20-30 રુપિયાનું કમિશન નાંખી વેચી દે છે. તેમાં દલાલ અને વેપારી બંનેને ફાયદો થતો હોય છે.

પહેલું બિલઃ કૃષિ પેદાશ વેપાર અને વાણીય (પ્રોત્સાહન અને સરળીકરણ) બિલ

જેમાં એક એવી ઇકોસિસ્ટમ બનવવાનો પ્રયાસ છે, જેમાં ખેડૂતો માર્કેટની બહાર પોતાનો પાક સ્વતંત્ર રીત વેચી શકશે. આ બિલની જોગવાઇઓમાં રાજ્યની અંદર અને અન્ય રાજ્યો સાથે વેપાર વધારવાની વાત કરવામાં આવી છે. સાથે માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટાડવાની વાત પણ છે.

બીજું બિલઃ ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ (ભાવ ખાતરી અવે કૃષિ સેવા પર કરાર ) બિલ

આ બિલમાં કૃષિ પેદાશોનું વેચાણ, ફાર્મ સેવા, કૃષિ બિઝનેસ, પ્રોસેસર્સ, જથ્થાબંધ વેપારી, મોટા છુટક વેપારી અને નિકાસકારોની સાથે ખેડૂતોને જોડવાની જોગવાઇઓ છે.

ત્રીજુ બિલઃ આવશ્યક ચીજ-વસ્તુઓ (સુધારા) બિલ

આ બિલમાં ખાદ્યાન્ન, કઠોળ-તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી-બટાકાને આવશ્યક ચીજ-વસ્તુઓની શ્રેણીમાંથી બહાર કરવાની જોગવાઇઓ છે. એવું કહેવાઇ રહ્યું છે કે આ બિલોથી માર્કેટમાં હરિફાઇ વધવાને કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકશે.

સરકારના અનેક દાવા છતાં ખેડૂત સંગઠનોનો આરોપ છે કે નવા કાયદા લાગુ થતાં જ કૃષિ ક્ષેત્ર પણ મૂડીવાદીઓ અને કોર્પોરટ ફેમિલીના હાથોમાં જતું રહેશે. તેનું સીધુ નુકસાન ખેડૂતોને જ થશે.

આ અંગે કૃષિ બાબતોના નિષ્ણાતનું કહેવું છે કે ખેડૂતો ચિંતા વાજીબી છે. તેમનું કહેવું છે કે ખેડૂતોને જો માર્કેટમાં સારો ભાવ મળી રહે તો તેઓ બહાર કેમ જાય? એટલે જે ખેડૂતોને ટેકાનો ભાવ નથી મળે તો તેઓ ઓછા ભાવે માલ વેચવા મજબૂર થઇ જાય છે.

અત્યાર સુધી ખેડૂતો પાસેથી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા મોટાભગની ખરીદી થતી હતી. પરંતુ દેખાવકારોને ડર છે કે હવે એફસીઆઇ રાજ્યોના માર્કેટમાંથી ખરીદી કરી શકશે નહીં. જેનાથી એજન્ટો અને દલાલોનું આશરે 2.5 ટકા કમિશન ઘટી જશે. સાથે રાજ્યો પણ તેમનું 6 ટકા કમિશન ગુમાવી દેશે.

જેને લીધે આવનારા સમયમાં ધીમે-ધીમે APMCઓ ખતમ થવા લાગશે. દેખાવાકારો માને રહ્યા છે કે માર્કેટના બહાર ખુલ્લામાં પાક વેચવાની મંજૂરીથી દેશના લાખો ખેડૂતોને આંચકો લાગશે.

(5:47 pm IST)