Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

હવે કપરાડા પંથકમાં પણ ભૂગર્ભ જળમાં પ્રદુષણ જોવા મળ્યું :ચિવલમાં લાલ રંગના પાણીની ચર્ચાએ જોર પકડ્યું

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા કપરાડાના ચિવલ ગામે બોર માંથી લાલ પાણી નીકળવાની ઘટના બની છે. આ વિસ્તારમાં પણ ભૂગર્ભ જળમાં પ્રદુષણ જોવા મળતા તપાસનો વિષય બન્યો છે. પારડી નાનાપોઢા રોડ પર આવેલા ચિવલ ગામે રહેતા અરવિંદ પટેલ ના ઘરના બોર માંથી ગતરોજથી લાલ પાણી નીકળવાનું શરૂ થયું હતું. આ પાણી કઈ રીતે પ્રદુષિત થયું તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘરથી થોડે દૂર એક ફેક્ટરી ધમધમી રહી છે ત્યારે શંકાની સોય તેના પર તકાઈ રહી છે. બોર માંથી લાલ પાણી નીકળતા ઘરના લોકો માટે હવે વપરાશી પાણી ની તંગી પડી રહી છે. તેમ જ તેમની આડોશ પડોશના લોકો પણ હવે તેમના બોરના પાણીના વપરાશ માટે ડરી રહ્યા છે. ત્યારે આ મામલે તાપસ થાય એ જરૂરી બન્યું છે

(8:01 pm IST)