Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

કોરોના સંક્રમણ નિયંત્રિત કરવા માટે મોટી કાર્યવાહી : સીટી સ્કેન સેન્ટરોની તપાસના આદેશ આપતા અગ્રસચિવ ડો. જયંતિ રવિ

એક દર્દીથી બીજા દર્દી વચ્ચે સંક્રમણથી કોઈ શકયતા ઉભી ના થાય તે માટે યોગ્ય સરફેસ ડિસઈન્ફેક્ટન્ટની ચકાસણી કરવા તાકીદ

ગાંધીનગર : કોરોના સંક્રમણ નિયંત્રિત કરવા વિશેષ કાર્યવાહી કરવા અને સીટી સ્કેન સેન્ટરોને જરૂરી માર્ગદર્શન અને તપાસ કરવા રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જણાવાયું છે કોવીડ -19ની અત્યંત ગંભીર પરિસ્થિતિમાં રોજબરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે આ પરિસ્થિતિમાં તકેદારીના ભાગરૂપે રાજ્યની જાહેર આરોગ્ય સુરક્ષાના પગલાંના ભાગરૂપે અગ્રસચિવ ડો. જયંતિ રવિએ તંત્રના અધિકારીઓ દ્વારા કોવીડ 19 હેઠળના તેઓના કાર્યક્ષેત્રમાં સીટી સ્કેન જ્યાં આવેલ છે ત્યાં રૂબરૂ જઈને સેન્ટરો દ્વારા કોવીડ -19ના દર્દીઓ તપાસ કરાવવા આવે ત્યાં સાવચેતીના ભાગરૂપે તે જગ્યાએ એક દર્દીથી બીજા દર્દી વચ્ચે સંક્રમણની શકયતા ઉભી ન થાય તે માટે તેવલ સ્કાઉચને યોગ્ય સરફેસ ડિસ ઈન્ફેક્ટન્ટ દ્વારા ક્લીન થયા અથવા તો ત્યાં ડિસ્પોઝેબલ સીટનો ઉપયોગ થાય તે ધ્યાન આપવા સૂચના આપી છે.

આ અંગે તેઓ દ્વારા આવા સેન્ટરોની તપાસ કરીને સેન્ટરોને આ બાબતની વાકેફ કરવા અને આ અંગે કરેલ કાર્યવાહીની નોંધ મોકલવા પણ તાકીદ કરી છે.

(9:32 pm IST)