Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ગુજરાતમાં પેટાચૂંટણીને લઇને ભાજપની આજે મહત્વની બેઠક

કોંગ્રેસે પણ પેટાચૂંટણીને લઇ કમર કસી : પ્રદેશ સંગઠન મહામંત્રી દલસાણિયા, પેટાચૂંટણીના પ્રદેશ પ્રભારી ભાર્ગવ ભટ્ટ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી હાજર રહેશે

અમદાવાદ, તા. ૫ : ગુજરાતમાં આગામી મહિને ૮ બેઠકો પર યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીને લઈને પ્રદેશ ભાજપના સંસદીય બોર્ડની આજે મહત્વની બેઠક મળવા જઈ રહી છે. પાર્ટીના પ્રદેશ કાર્યાલય 'કમલમલ્લ ખાતે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં યોજાનારી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.

આ અવસરે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા, પેટાચૂંટણીના પ્રદેશ પ્રભારી ભાર્ગવ ભટ્ટ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી પણ હાજર રહેશે. આ સાથે જ વિવિધ મોરચાના પ્રદેશ અધ્યક્ષો અને મહામંત્રીઓની સાથે પણ બેઠક થશે. કોંગ્રેસ આ પેટા ચૂંટણીમાં જીતે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. આ ચૂંટણીમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓ નક્કી કરશે, તેવા ઉમેદવારોને ટિકિટ આપવાનો કોંગ્રેસે નિર્ણય કર્યો છે. તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ પાસેથી સૂચનો માંગીને બે થી ત્રણ નામોની પેનલ બનાવી દીધી છે. આ નામો દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે. અગાઉ કોંગ્રેસના પ્રભારી અને સહપ્રભારીઓએ તમામ ૮ બેઠકો પરના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને ચૂંટણી માટેની રણનીતિ પર વિચાર કર્યો હતો.

(9:54 pm IST)