Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

કોરોના નિયમોનો સરાજાહેર ભંગ કરતા નેતાઓ સામે હાઇકોર્ટ ખફા : કડક પગલાં સાથે દંડ વસૂલવા આદેશ

હાઇકોર્ટે સૂઓ મોટો લઈને આકરી ટિક્કા કરતા કહ્યું -ભીડ એકત્રિત કરનારા નેતાઓ સામે કડક પગલાંની સાથે દંડ વસુલો

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટએ કોરોનાને ગંભીરતાથી નથી લેતા અને છડેચોક નિયમોને કોરાણે મુકી રહેલા નેતાઓ સામે લાલ આંખ કરી છે. કોર્ટે  માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહી કરતા અને ભીડ એકત્રિત કરનારા નેતાઓ સામે કડક પગલાંની સાથે દંડ વસુલવાનો આદેશ કર્યો છે.હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે સુઓ મોટો લઇ આ મામલે સરકારી વકીલને કડક શબ્દોમાં જણાવ્યું કે આવા લોકો સામે પગલાં લઇ દંડ વસુલવામાં આવે.

 ગુજરાત હાઇકોર્ટની બેન્ચે ખંભાતમાં મોહર્રમના નીકળેલા જુલુસ અંગે પણ નોંધ લઇ જણાવ્યું કે 3 કિમી સરઘસ નીકળ્યું અને પોલીસે કોઇ કાર્યવાહી ન કરી. આ બાબત દુઃખદ કહેવાય. હાઇકોર્ટે આણંદના ડિસ્ટ્રીક્ટ અને જિલ્લા પોલીસ વડા પાસે આ મામલે 27 નવેમ્બર સુધી જવાબ માંગ્યો છે. સાથે રાજ્ય ગૃહ વિભાગના અગ્ર સચિવને તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે.

દેશ સહિત ગુજરાતભરમાં કોરોના વાઇરસનો કેર વધ્યો છે. ત્યારે આ મામલે રાજકીય નેતાઓની રેલીઓમાં રેલીમાં તમામ નિયમોનું સંદતર ઉલ્લંઘન થઇ રહ્યું છે. ત્યારે આ મામલે હાઈકોર્ટએ આકરી ટિપ્પણી કરી છે. જેમાં હાઈકોર્ટે સરકારી વકીલને આકરા શબ્દોમાં જણાવ્યું કે આવા લોકો સામે કાર્યવાહી કરીને દંડ વસસૂલવામાં આવે.હાઇકોર્ટે જણાવ્યું કે આજે પણ રાજકીય રેલીઓમાં નેતાઓ અને લોકો માસ્ક નથી પહેરતા.

ક્યા-કયા નેતાઓએ કર્યું નિયમોનું ઉલ્લંઘન

-અમદાવાદના પ્રથમ નાગરિક મેયર બિજલ પટેલ ચારેક મહિના પહેલાં પોતા ના લો ગાર્ડન સ્થિત બંગલા પર SBI લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ સાથેની મુલાકાતમાં માસ્ક પહેર્યુ નહીં. વધારામાં આના ફોટા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મૂક્યા.જેમાં અધિકારીઓ માસ્ક પહેરેલા દેખાય છે. પણ મેયર બિજલ પટેલ ઉઘાડા મોઢે ફોટામાં છે.

-માસ્ક નહીં પહેરવા માટે તો મેયરને દંડ થયો નહીં અને સોમવારે અમદાવાદમાં બે લોકાર્પણ કાર્યક્રમમાં મેયર બિજલ પટેલે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરી વધુ એક નિયમનો ભંગ કર્યો હતો.

-અગાઉ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે તેમના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસો દરમિયાન પણ લોકોની ભીડ એકત્રિત કરી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ખુલ્લેઆમ ભંગ કર્યું હતું. જેના કારણે રેલીઓમાં હાજર રહેલા કેટલાક નેતાઓ અને અનેક કાર્યકરો તો ઠીક પાટીલ પોતે કોરોનાના ચેપનો શિકાર બની ગયા હતા.

-હમણા કેન્દ્રના કૃષિ બિલોની વિરુદ્ધ ગાંધીનગરમાં કોંગ્રેસી નેતાઓએ કાઢેલી રેલીઓમાં પણ કોરોનાના નિયમોનું પાલન થયું નહતું અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગ્રા ઊડ્યા હતા.

-ડીસાના કાર્યક્રમમાં શશીકાંત પંડ્યાએ મોટા પાયે ભીડ એકત્ર કરી સોશિયલ ડિસ્ટન્સના નિયમો નેવે મૂકી દીધા હતા. એટલું જ નહીં ચોર કોટવાલને દંડેની કહેવત મુજબ તેઓ પોતાની ભૂલ પણ સ્વીકારવા તૈયાર નથી.

-વાવ ના ધારાસભ્ય ગેની બેન ઠાકોર કાંકરેજના નાથપુરા વડેચી માતાજી મંદિરે શાકરતુલા કાર્યકમ માં માસ્ક વિના જોવાં મળ્યા હતાં.

(9:56 pm IST)