Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

રાજપીપળા પોલીસે મોટાલીમટવાડા ગામમાં જુગાર પર રેડ કરી એકને ઝડપી લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના મોટા લીમટવાડા ગામમાં જુગાર પર રેડ કરી પોલીસે એક વ્યક્તિને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
 પ્રાપ્ત માહિતી અનુસાર નાનાભાઈ કોયજીભાઈ વસાવા (રહે.મોટા લીમટવાડા તા.નાંદોદ જી.નર્મદા )એ જાહેરમાં ગે.કા.રીતે વરલી મટકાના આંક ફરકના આંકડાઓ લખી લખાવી રોકડા રૂ.૪૫૦ તથા આકડા લખેલ સ્લીપ બુક-૧ સહિતના સાધનો મળી કૂલ .રૂ.૪૫૦ સાથે રેડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:18 pm IST)