Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

નાંદોદના ખામરના વળાંક પર પુરપાટ જતી ટ્રકે રાહદારીને અડફેટે લેતા ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં વધતા અકસ્માતોમાં બેફામ જતી ટ્રક સહિતના મોટા વાહનો જવાબદાર હોય ભારે વાહનો પર કંટ્રોલ જરૂરી હોવા છતાં કોઈ જ રોક ટોક જણાતી નથી જેના કારણે વારંવાર પગપાળા જતા લોકો નો પણ ભોગ લેવાઈ રહ્યો છે.
  આવી જ ઘટના રાજપીપળા નજીક ના ખામર પાસે બની જેમાં એક ટ્રક ચાલકે પોતાના કબજામાંની ટ્રક પુર ઝડપે અને બેફીકરાઇ રીતે ચલાવી લાવી રોડની સાઇડમાં ચાલતા જયેશ ભાઇ ભુરીયાભાઇ વસાવા(ઉ.વ.૪૫) ને અડફેટમાં લઇ અકસ્માત કરી ગંભીર ઇજાઓ કરી સ્થળ ઉપર જ તેમનું મોત નિપજાવી નાશી જઇ જતા આ બાબતે ઉમરાભાઇ મનસીભાઇ વસાવા (રહે.નાની ચિખલી તા.નાદોદ )ની ફરિયાદ ના આધારે અમલેથા પોલીસે અજાણ્યા ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:24 pm IST)