Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

હાથરસ દુષ્કર્મ મામલે વિરોધ કરતા સરથાણા પોલીસ દ્વારા રેશ્મા પટેલ સહિત NCP કાર્યકરોની અટકાયત

પોલીસે NCP કાર્યકરોને ઢસડીને PCR વાનમાં બેસાડ્યા

સુરત : ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય યુવતી પર થયેલા સામુહિક દુષ્કર્મ મામલે સમગ્ર દેશમાં વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ તેના પડઘા પડ્યા છે. NCP દ્વારા સુરતના સરથાણા વિસ્તારમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેને કારણે સરથાણા પોલીસ દ્વારા NCP કાર્યકરોની અટકાયત કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે વાતને લઈને સોમવારે NCPના મહિલા પ્રમુખ રેશમા પટેલ સુરત આવી પહોંચ્યા હતા. પોતાના કાર્યકરોની શા માટે અટકાયત કરવામાં આવી છે? તેનો જવાબ ACP સી. કે. પટેલ પાસેથી માંગ્યો હતો. રેશમા પટેલ દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે NCP કાર્યકરોને ઢસડીને PCR વાનમાં બેસાડ્યા હતા. અંદાજિત 10થી વધુ NCPના કાર્યકરોની અટકાયત કરી તેમને ઉધના પોલીસ મથકે લઇ જવાયા હતા.

(12:33 am IST)