Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

વલસાડ પાલીકામાં પણ ભગવો લહેરાયો

પાંચમાંથી ચાર બેઠકો ઉપર કબ્જોઃ અપક્ષને ૧ બેઠક

(જીતેન્દ્ર રૂપારેલીયા) વાપીઃ તા.૫, વલસાડ નગરપાલીકાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે ગત રવિવાર ૩જી ઓકટોબરના રોજ ચુંટણી યોજાઇ હતી જેનુ પરીણામ આજે થયુ છે.

આ પરીણામમાં પાંચ બેઠકો પૈકી ચાર બેઠકો ઉપર ભાજપની અને એક બેઠક ઉપર અપક્ષની જીત થઇ છે. વોર્ડનં.૧ની બે બેઠક પર ચુંટણી યોજાઇ હતી. જે બંને બેઠકમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. વોર્ડનં.૨ની બેઠક ઉપર અપક્ષ ઉમેદવારની જીત થઇ છે.

જયારે વોર્ડનં.૫ અને વોર્ડનં.૬માં પક્ષ ભાજપના ઉમેદવારની જીત થઇ છે. આમ નગરપાલીકાની ખાલી પડેલી પાંચ બેઠકો પૈકી ચાર બેઠકમાં ભાજપનો જયારે એક બેઠક પર અપક્ષની જીત થઇ છે. અને કોંગ્રેસના સુપડાસાફ થતા જોવા મળ્યા છે.

(4:11 pm IST)