Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ગાંધીનગરમાં 'આપ' એ ખાતુ ખોલાવ્યું

વોર્ડ નં.૬ની પેનલ તૂટીઃ તુષાર પરીખની જીત

 અમદાવાદ : ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં  ભાજપે ૩૪ બેઠકો જીતી લીધી છે. જ્યારે કોંગ્રેસે ૧ બેઠક મેળવી છે. જોકે, હવે ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર ૬માં ભાજપની પેનલ તૂટી છે.  વોડનંબર ૬મા ભાજપમાં ગૌરાંગ રવિન્દ્ર વ્યાસ, પ્રેમલતા મહેરિયા અને ભાવનાબેન ગોલની જીત થઈ છે. વોર્ડ નંબર ૬માં આપના તુષાર પરીખની જીત થઈ છે. વોર્ડ નંબર ૬ મા ભાજપની પેનલ તૂટી છે. વોર્ડ નંબર ૬મા આપનું ખાતું ખુલ્યુ છે.

(4:13 pm IST)