Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સુરતના લીંબાયતમાં ક્રિકેટ રમવા બાબતે થયેલ મારામારીમાં સંડોવાયેલ ત્રણ આરોપીને અદાલતે એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરના લીંબાયતમાં આજથી સાત વર્ષ પહેલાં લિંબાયત વિસ્તારમાં ક્રિકેટ રમવાના મામલે બોલાચાલીની અદાવત રાખી મારામારી કરી ઈજા પહોંચાડવાના કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અમિતકુમાર એન.દવે એ આરોપીઓને દોષી ઠેરવી એક વર્ષની સખ્તકેદરૃ.2500 દંડ તથા દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા કરી છે.

લિંબાયત ગોડાદરા ખાતે રહેતા ફરિયાદી કમલેશસીંગ જીતબહાદુર સીંગને તા.5-4-14 ના રોજ ક્રિકેટ રમવાના મુદ્દે આરોપી શંકરલાલ રામકુમાર યાદવ (રે.પટેલનગર,ગોડાદરા લિંબાયત) ધર્મેન્દ્રસિંગ તથા તેના ભાઈ અવિનાશ દેવતાદિન યાદવ (રે.રોશનીનગરલિંબાયત) સાથે બોલાચાલી થઈ હતી.જેની અદાવત રાખીને ઉપરોક્ત ત્રણેય આરોપીએ કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોર સાથે મળીને બીજા દિવસે ફરિયાદીના બનેવી ઉદયરાજ સાથે ઝઘડો કર્યો હતો.જેને છોડાવવા જતાં આરોપીઓએ તું અહીં કેમ આવ્યો તેમ કહીને લાકડાના ફટકા,ઢીક્કમુકકીનો માર માર ફરિયાદીને માથામાં તથા હાથમાં ફ્રેકચર કરીને ઈજા પહોંચાડી હતી. આ કેસમાં લિંબાયત પોલીસે  ઉપરોક્ત ત્રણેય આરોપીઓ ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. આ કેસની અંતિમ સુનાવણીમાં એપીપી સુનિલ પટેલની રજૂઆતો બાદ કોર્ટે આરોપીઓને સજાનો હુકમ કર્યો હતો. સજામાં પ્રોબેશન આપવાની માંગ કોર્ટે નકારી કાઢી હતી.

 

(5:47 pm IST)