Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

વડોદરાના કોયલી ગામ નજીક જીવિત વીજ વાયરના કારણોસર કરંટ લાગવાથી માતા-પુત્રના ઘટનાસ્થળેજ મોત

વડોદરા: શહેર નજીક કોયલી ગામમાં રહેતા માતા અને પુત્ર લાકડા કાપવા ગયા  ત્યારે જમીન પર જીવિત પડેલા વીજ વાયરના કારણે તેઓને કરંટ લાગતા બંનેના સ્થળ પર જ કરૃણ મોત થયા છે.જમીન પર જીવિત વીજ વાયર છોડી દઇ લોકોના જીવ જોખમમાં મુકનાર વ્યક્તિની જવાહરનગર પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,કોયલી ગામ ચરામાં રહેતા ગજરાબેન બચુભાઇ વસાવા(ઉ.વ.૫૫) અને તેમનો પુત્ર વિજય (ઉ.વ.૨૦ ) ચરામાં ઝાડી ઝાંખરામાં લાકડા કાપવા માટે  ગયા હતા.તે દરમિયાન જમીન પડેલા જીવિત વીજવાયરને હાથ લાગી જતા માતા પુત્રને કરંટ લાગ્યો હતો.અને બંનેના સ્થળ પર  જ મોત થયા હતા.આ અંગે  ગ્રામજનોને જાણ થતા લોકોના ટોળા સ્થળ પર ભેગા થઇ ગયા હતા.પોલીસને જાણ થતા જવાહરનગર પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર  પહોંચી ગયો હતો.તે સમયે વિજયના હાથમાં વીજ વાયર હતો.આ બનાવમાં કોની નિષ્કાળજી છે ? તે અંગે તપાસ  હાથ ધરી છે.ગામમાં વીજ કનેક્શનના ધાંધિયા હોવાની વાત ગ્રામજનો મારફતે જાણવા મળી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,આ વીજવાયર કોઇએ જીવતા છોડી દીધા હોય તેવું નથી.પણ તૂટીને પડયા હોય તેવું લાગી રહ્યું છે.જે અંગે વીજકંપનીના સ્ટાફની પણ પૂછપરછ થશે.પરંતુ,એક નિષ્કાળજીના કારણે માતા પુત્રને પોતાના જીવ  ગુમાવવાનો વારો આવ્યો છે.

 

(5:49 pm IST)