Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

રિક્ષામાં પેસેન્જરને બેસાડી નારોલ પાસે મોબાઇલ લૂંટી ફરાર થનાર પોલીસપુત્ર : અને મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાયો

આરોપી પોલીસપુત્ર સામે અગાઉ પણ લૂંટ, ચોરી અને મારામારીના ગુનાઓ નોંધાયેલાં

અમદાવાદમાં પોલીસ લાઈનમાં રહેતો એક પોલીસપુત્ર લૂંટ અને મોબાઈલ ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. આરોપી પોલીસપુત્ર સામે અગાઉ પણ લૂંટ, ચોરી અને મારામારીના ગુનાઓ નોંધાયેલાં છે.

અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કર્મચારી બિસમિલ્લા મલેક પોલીસ ખાતામાં ફરજ બજાવે છે અને પોલીસ લાઈનમાં જ રહે છે. તેમનો પુત્ર સાહિક મલેક 10 દિવસ આગાઉ નારોલ ખાતે રિક્ષામાં પેસેન્જરને બેસાડી નારોલ પાસે તેની પાસેથી મોબાઇલ લૂંટી ફરાર થઈ ગયો હતો.

આ ઉપરાંત સાહિલ સામે અલગ અલગ પોલીસ મથકોમાં ચોરી, મારામારી અને લૂંટના ગુના નોંધાઈ ચુક્યા છે. આરોપી સાહિલ કાલે દાણીલીમડા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે સાહિલ પાસેથી 2 ચોરીના મોબાઈલ કબ્જે કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(7:21 pm IST)