Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

રાજપીપળા માટે સારા સમાચાર,એરોદ્રામ ખાતે ત્રણ એર સ્ટ્રીપ બનશે

ગુજરાત એવિએશિયન અને કેન્દ્રીય એવિએશની ટીમ રાજપીપળા ખાતે આવી સર્વે કર્યો :હાલ ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળાની જનતા અને પ્રવાસીઓ માટે સારા સમાચાર કહી શકાય તેમ રાજપીપળા એરોદ્રામ ખાતે હવે ત્રણ એર સ્ટ્રીપ બનવવાની તૈયારીઓ શરૂ કરાઇ છે જે માટે આજે ગુજરાત એવિ- એશિયન અને કેન્દ્રીય એવિએશની ટીમ રાજપીપળા ખાતે આવી સર્વે કર્યો હતો.
  જાણવા મળ્યા મુજબ અહીંયા એક નાનો રનવે બનાવવામાં આવશે,447 એકરમાં આ એરપોર્ટ સહિત રનવે બનશે.દેશના વિવિધ રાજ્યોમાંથી ડોમેસ્ટિક ચાર્ટર પ્લેન રાજપીપળા ઉતરે એવી શક્યતાઓ લાગી રહી છે. પહેલા મોટા પ્લેન માટે રનવે બનાવી એર સ્ટ્રીપ બનાવવાનું નક્કી થયું હતું પરંતુ હાલ અહીંયા જે જમીન છે એટલામા એર સ્ટ્રીપ રનવે બની શકે નહિ માટે આ બાબત રદ કરવામાં આવી છે હવે ફરી આ જગ્યાએ એર સ્ટ્રીપ બનશે. આજે આ મામલે કેટલાક અધિકારીએ મુલાકાત લીધી હતી.ત્યારે આગામી એક વર્ષમાં પ્લેન શરૂ થાય તેમ પણ જાણવા મળ્યું છે.
 આ બાબતે ગુડસેલના સી.ઇ.ઓ.એ જણાવ્યું હતું કે રાજપીપળા ખાતે હાલ જે જમીન છે તેમાં નાના ચાર્ટર પ્લેન ઉતરાણ કરી શકશે.દેશના અલગ અલગ રાજ્યોમાંથી પ્લેન અહીંયા આવશે જેમાં પ્રવાસીઓ ઝડપથી અવર જવર કરી શકશે.જ્યારે વિદેશી પ્રવસીઓને પણ ખૂબ સરળતા થશે. ગૂડ્સ પ્લેન પણ આવશે.જેનાથી કેળા સહિતના ઉત્પાદનો ઝડપથી મુંબઈ કે વિદેશ લઈ જઈ શકશે.

(9:04 pm IST)